અજનબી હમસફર - ૧૪

(27)
  • 6.2k
  • 3.2k

"જલ્દીથી લાઈટ ગોઠવી દે દિયા . તારો વજન લાગે છે "રાકેશે હોશ સંભાળતા કહ્યું. આ સાંભળી દિયાની આંખો શરમથી ઝુકી ગઈ. તેણે પોતાના હાથમાં રહેલી લાઈટ ગોઠવી દીધી એટલે રાકેશે તેને નીચે ઉતારી . બંનેએ મળીને ટેરેસ પર ફુગ્ગા અને લાઇટિંગ ગોઠવી દીધી એટલામાં સમીર આવ્યો . "તુ આવી ગયો મતલબ બા દાદા પણ આવી ગયા?" દિયાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. "અરે ના હું બહાનું બતાવીને નીકળી ગયો અને દાદાના મિત્રને એ લોકો ને રોકી રાખવા કહ્યું છે " "બરાબર તુ ફોટોઝ લગાવવાનું કહેતો હતો ને ?" : દિયા "હા એ ફોટોગ્રાફર હમણાં જ બધા ફોટોઝ લઈને આવે છે અને