આત્માનો પુનર્જન્મ - 4

(59)
  • 5.2k
  • 2
  • 3.3k

આત્માનો પુનર્જન્મ -રાકેશ ઠક્કર પ્રકરણ-૪ તારિકાને પ્રો.આદિત્યની વાત વિશે વિચારતા તેમાં સત્યાંશ જણાયો. તેમના હાથ પરના નિશાન, તેમના રૂમમાં પડેલું લોહી, પોતાને બેભાન થયા પછી નીચે લઇ આવવી વગેરે માની શકાય એવા પુરાવા હતા. તારિકાએ કમને પણ પ્રો.આદિત્ય પર ભરોસો મૂકી પોતાની સાથે બનેલી બીના કહી સંભળાવી. તારિકાની વાતો સાંભળી પ્રો.આદિત્ય ચોંકી ગયા. તેમણે તરત જ કહ્યું:"તારિકા આપણે બૂરી રીતે ફસાયા છો. બહુ સાવધ રહેવું પડશે. નક્કી કોઇ પ્રેતાત્મા છે. જે મારું રૂપ લઇને તારી પાસે આવી હતી. હું આવી પ્રેતાત્માઓ વિશે જાણું છું. મેં તેના વિશે ઘણું વાંચ્યું છે. આપણે તેનો કોઇ ઉપાય કરવો પડશે. આપણાને એ અહીં કેમ