ડિવોર્સી સેક્રેટરી

(77)
  • 6.3k
  • 3
  • 3.3k

ડિવોર્સી સેક્રેટરી - મિતલ ઠક્કરહર્ષિતાને એક અઠવાડિયાથી જતિનભાઇના વલણ અને વર્તન બદલાયેલા લાગ્યા. જતિનભાઇની કંપનીમાં જોડાયાને હજુ સવા મહિનો જ થયો હતો. આટલા દિવસોમાં ક્યારેય તેની સાથે પોતાના જીવનની કે મારા જીવનની અંગત વાત કહી નથી કે પૂછી નથી. હવે રોજ સામે ચાલીને મારા પરિવાર વિશે પૂછતા રહે છે કે એમના પરિવાર વિશે કહેતા રહે છે. અત્યાર સુધી તેમની સાથે સંબંધ એક બોસ અને કર્મચારીનો હોય એવો જ રહ્યો છે. શું તેમના દિલમાં મારા પ્રત્યે લાગણીનાં અંકુર ફૂટી રહ્યા છે...? ના-ના આવું હું કેમ વિચારી શકું? તો પછી એ મારી સાથે લાગણીપૂર્વક કેમ વાતો કરી રહ્યા છે? આટલા અંગત કેમ બની