છાપ

  • 4.5k
  • 1
  • 2.6k

:- છાપ :- તે મરીન લાઈન્સની પાળ ઉપર ચાલી રહ્યો હતો. તેનાં ડાબા હાથ તરફ ઘૂઘવતો સાગર ઉછળી રહ્યો હતો.તેનાં જમણા હાથ તરફ પવન વેગે ગાડીઓ દોડી રહી હતી.બંને કિનારે કાળા માથાના માનવીમાંથી કેટલાંક ઝડપથી ચાલી રહ્યાં હતાં, કેટલાંક મસ્તીમાં મ્હાલી રહ્યાં હતાં, તો કેટલાંક ડાફોળિયાં મારી રહ્યાં હતાં ફૂટપાથ પર લાગેલી હાટડીઓ જોતાં જોતાં. પણ તે તેની મસ્તીમાં ચાલી રહ્યો હતો.સૂરજ આળસનું પોટલું ઉપાડી હળવે હળવે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યો હતો.ના ભીડ છે, ના ઉન્માદ પણ એક અનોખો ઉમંગ નદીનાં પ્રવાહ જેવો વહી રહ્યો હતો.તે વર્ષોથી આ દ્રશ્ય જોતો આવ્યો છે. આ વાતાવરણ તેને ગમતું હતું. તે પણ