ગઈ કાલની યાદમાં અને આવતી કાલની ચિંતામા આજનો દિવસ જતો ના તેનું ધ્યાન રાખજો નહિતર આવતી કાલે પણ આવું જ થશે. હા મિત્રો જીવન એ ખળખળતા વહેતા પાણીના ઝરણા જેવું છે તેને વહેવા દો. જો તેને રોકીને રાખવામાં આવશે તો તેમાં લીલ થઈ જશે અને પછી તેમાં જંતુઓનો ઉપદ્રવ થઈ જશે અને છેલ્લે તે પાણીમાંથી દુર્ગંધ પણ ફેલાશે. આવું જ જીવનનું પણ છે તેને મુક્ત પણે જીવન જીવો અને આનંદ કરો તેને રોકી ના રાખો. એ પણ યાદ રાખો જીવન પસાર તો પશુ – પક્ષી કરે આપણને તો ઈશ્વરે બોલવાની -કોઈને સાંભળવાની – સમજવાની શક્તિ આપી છે તો આપણે જીવનને