પ્રતિક્ષા - ૪૦

(43)
  • 4.9k
  • 1
  • 2.1k

“તને આટલું શું બળે છે!!” મયુરીબેનને આવા રીએક્શનની કલ્પના પણ નહોતી. તે પણ ઉર્વિલને આટલો ગુસ્સામાં જોઈ ડઘાઈ ગયા. “મારી પોતાની દીકરી છે એ. મારી અને રેવાની દીકરી છે એ...” ઉર્વિલ રીતસરનો પલંગ પરથી ઉભો થઇ ગયો. “ક..કોણ રેવા?? શું કંઈપણ બોલે રાખે છે તું?!” મયુરીબેનને આંચકો લાગ્યો. તે માની જ નહોતા શકતા કે ઉર્વિલની વાતમાં કંઈ તથ્ય પણ હોય! “રેવા દીક્ષિત!! ભૂલી તો નહિ જ હોય તું એને. યાદ કર!” ઉર્વિલનો ઉદ્વેગ પ્રત્યેક ક્ષણે વધી રહ્યો હતો. “મને કંઈ યાદ નથી આવતું. અને જે કંઈ પણ હોય તે એ બધું મુક અને અત્યારે જે કંઈ છે એના પર ધ્યાન