મિત્ર અને પ્રેમ - 2

(12)
  • 5.1k
  • 3.2k

તને કેવી રીતે ખબર તેના મેરેજ થઈ રહ્યા છે : દર્શને પુછ્યું તું તો જાણે છે મારા પપ્પા અને તેના પપ્પા એક જ ડાયમંડ કંપનીમા કામ કરે છે અને તે બંને સારા મિત્રો પણ છે. આશીતાના પિતાને એક છોકરાની વાત આવી હશે. છોકરો મુંબઈ છે અને ડાયમંડ કંપનીમા કામ કરે છે. તેના પિતાને એ છોકરો પસંદ આવી ગયો છે અને તેની સાથે જ આશીતાની સગાઈ કરવાનું નક્કી કર્યું છે. મારા પપ્પાએ મને આ વાત કરી ત્યારે મને પણ આશ્ચર્ય થયું. સગાઈ ક્યારે છે? અને એવું હોય તો આશીતા એ આપણને કહેવું તો જોઈએને મિત્ર તરીકે દર્શને કહ્યું એ ખબર નથી