AI સાથે આપણું ભવિષ્ય ઊજળું છે? - જવાબમાં પણ સવાલ છે! (ભાગ ૧)

  • 8.3k
  • 1
  • 3.2k

કમ્પ્યુટર ટેક્નોલોજીમાં જેને Fifth Generation કહેવામાં આવે છે એ A.I./Artificial Intelligence ક્ષેત્રનો અત્યારે અવનવી રીતે વિકાસ થઈ રહ્યો છે. યાંત્રિક રોબોટ્સ દ્વારા માનવજીવન સુલભ થઈ રહ્યું છે ત્યારે આ A.I. શું છે અને તેની સાથે આપણું ભવિષ્ય ઊજળું છે કે કેમ ? આવો, જાણીએ. ----------------------------------------------------------------------------------------------- સાયન્સ ટૉક ● હર્ષ મહેતા ---------------------- આજે અંધારી રાત છે. ચારેય બાજુની શાંતિ એ વાતની પૂરક છે કે ચોક્કસ કંઈક થવાનું છે. આ ભયંકર વિમાસણ વચ્ચે ફક્ત એક માનવ હૃદય ધબકે છે - ફક્ત એક જ ! વચ્ચે વચ્ચે દૂર કંઈ કેટલાય યાંત્રિક અવાજો એ એકલા-અટૂલા પડેલા માનવને અંદરથી કોરીને ખાઈ રહ્યા છે. એ જાણે