હોસ્ટેલ ના રૂમ માંથી અવાજ આવ્યો "બચાવો મને બચાવો" ત્યાં થી પસાર થયેલી ટીના એ આ અવાજ સાંભળતા ચોકી ગઈ. થોડી વાર તે થોભી ને તે અવાજ પર ધ્યાન દોર્યું તો ફરી અવાજ આવ્યો "બચાવો મને કોઈ બચાવો" અવાજ થોડો ભયભીત કરે તેવો હતો એટલે ટીના થોડી વાર ફરી વિચાર કર્યો કે કોઈ મુસીબત હસે પણ એકલું આ રૂમ માં જવું તેના હિતાવહ ન લાગ્યું એટલે તે આજુ બાજુ જોઈ તેની ક્લાસ ફ્રેન્ડ ની રાહ જોવા લાગી પણ અવાજ વધી રહ્યો હતો. થોડી મિનિટ થઈ પણ કોઈ દેખાયું નહિ એટલે ટીના તે રૂમમાં જવું યોગ્ય લાગ્યું. તે રૂમ માં પ્રવેશી