સપના અળવીતરાં - ૬૩

(29)
  • 4.6k
  • 1
  • 1.8k

"બોસ, મહેમાન આવી ગયા છે. "બબલુના અવાજથી દાદા તંદ્રામાંથી ખેંચાઈ આવ્યા હોય એમ ઝબક્યા અને પૂછ્યું, "ગુડ. બધી તૈયારી થઇ ગઇ છે? ""હા બોસ. ""ઓકે. તો મહેમાનને લઇ આવો અહીં. "બસ, દાદાનો હુકમ થતાંજ એ રૂમનો દરવાજો ખૂલ્યો અને ઈન્સ્પેક્ટર ડીસુઝા સહિત આદિ, કેકે અને રાગિણીને બંધક બનાવી અંદર લાવવામાં આવ્યા. રાગિણીએ દાદા સામે તીખી નજરે જોયું. તેણે નોંધ્યુ કે સમય પસાર થવાની સાથે દાદાના ચહેરા પર વધુ કરડાકી આવી હતી... સાથેજ બે નવા નિશાન પણ કપાળમાં બની ગયા હતા... સૌથી વધુ અચરજ તેને દાદાનાં પહેરવેશનું થયું. તે એકદમ મિ. વ્હાઇટ બનીને એ જ ખુરશી પર પગ પર પગ ચડાવીને બેઠો