શ્રદ્ધાની સફર-૯ જીવનની સફરનિત્યા ના લગ્ન હવે સંપન્ન થઈ ગયા હતા. એ એના સાસરે વિદાય થઈ ગઈ હતી. બે દિવસ પછી કુશલ પણ પાછો બેંગલોર જવાનો હતો. નિત્યાના લગ્ન પછી બધાં ને ખૂબ થાક લાગ્યો હતો. દીકરી ના લગ્ન નો પ્રસંગ પત્યા પછી નો થાક પણ ખૂબ હોય છે, કારણ કે દીકરી ના લગ્નમાં કામ પણ ખૂબ વધુ હોય છે. કૃષ્ણકુમાર અને કુસુમબહેન હવે એક દીકરી ની જવાબદારીમાંથી મુક્ત થયા હતા. સરસ્વતી બહેન પણ નિત્યા નો અભાવ અનુભવતાં હતાં. નિત્યા વિનાનું ઘર આજે જાણે સાવ સૂનું લાગી રહ્યું હતું. હંમેશા બાળપણની હસતી રમતી નિત્યા પળભરમાં તો એક યુવતી બની ગઈ હતી.