કોલેજના દિવસો અને પ્રેમ - ૩

  • 4.7k
  • 3.1k

આમને આમ દિવસો પસાર થતા રહ્યા અને મારો તેના તરફનો પ્રેમ વધુ ને વધુ દ્રઢ થતો રહ્યો. હું તેની સાથે વાત કરવાનો કે તેની નજીક જવાની એક પણ તક જતી નહોતો કરતો. દરરોજ સવારે કોલેજ બસમાં જતી વખતે હું બસમાં બેસતી વખતે તેને અચુક ફોન કરતો કરીને અમે મિત્રો જે બસમાં બેઠા હોઈએ તે બસ જણાવતો. એવામાં એક દિવસ તેની એક મિત્ર એક્તાનો મારી ઉપર રવિવારના રોજ ફોન આવ્યો. તે મારી પણ સારી મિત્ર હતી. પણ હું તેને બહેન માનતો. તેણે મને વાતવાતમાં જણાવ્યું કે તેને પણ હું ગમું છું. પણ તે મને જણાવવા માંગતી નથી. ઓહો! શું દિવસ હતો