મંચ ઉપર એકદમ સનાટો છવાઈ ગયો હતો. હજું પણ તે કમેરાવાળી તસ્વીરો બધા સામે ફરી રહી હતી. પરીએ તેના પરિવાર સામે જોયું તેનો પરિવાર પરી સામે જોઈ નજર જુકાવી રહયો હતો. અહીં તેની ઈજ્જતના ધજાગરા ઉડી ગયા હતા ને તે હજુ પણ એક આશા ભરી નજરે પરિવારને જોઈ રહી હતી. કોઈ તો હશે જે કંઈ બોલશે તેને કંઈક કહેશે. તેના દિલને સમજશે પણ અહીં કોઈ ના હતું એવું જે તેની આ શરમ જનક તસ્વીરો જોયા પછી તેને હિમ્મત આપી શકે એમ. તેની ખામોશ નજર બધા સામે ફરી વળી હતી. જીયાના શબ્દો હજું પણ ધારની જેમ જ બધાના કાનમાં વાગતા હતા."વો જાનતી