તરસ પ્રેમની - ૨૨

(64)
  • 5.2k
  • 5
  • 2.6k

પ્રાચી રજતને હસાવવાનો પ્રયત્ન કરે છે. પ્રાચી રજતનો મોબાઈલ લઈને ફોટો પાડે છે. પ્રાચી:- "રજત સ્માઈલ પ્લીઝ."એક બે ફોટા પાડ્યા પછી પ્રાચીની નજર એક વીડીયો પર જાય છે. પ્રાચી આખો વીડીયો જોય છે.પ્રાચી:- "રૉકી તે દિવસે રિહર્સલ રૂમમાં તમે રજતનો ડાન્સ વીડીયો બનાવી રહ્યા હતા ને?" રૉકી:- "હા. પણ એ બધું છોડ. અત્યારે રજતને કેવી રીતના નિર્દોષ સાબિત કરવું તે વિચાર."પ્રાચી:- "એના વિશે જ વિચારું છું. મને એક પ્રૂફ મળ્યું છે."રજત આશાભરી નજરે પ્રાચી તરફ જોઈ રહ્યો. પ્રાચી:- "Thank God કે તે દિવસે તમે રજતનો ડાન્સ વીડીયો બનાવી રહ્યા હતા. ત્યારે જ મેહા રિહર્સલ રૂમમાં આવે છે. મેહાએ બહાર નીકળવાનું કહ્યું અને તમે