"આની જીભ તો જો!! છે એક વેંતનું પણ ચટરપટર કેવું બોલે છે!" અનન્યા વધુ કંઈ બોલે એ પહેલા અનિરુદ્ધ એ બાળકનો હાથ પકડી ને ચાલતો થયો. એની પાછળ અનન્યા પણ દોરાઈ. અનિરુદ્ધના પિતાએ બાળકો માટે કેક મંગાવી હતી. પેલા બાળકે અનિરુદ્ધ અને આર્યાને બાજુમાં ઊભા રાખ્યા, બંને વચ્ચે એક ચપ્પુ આપીને કેક કાપવા કહ્યું. એકદમ નજીક નજીક ઉભા રહેલા અનિરુદ્ધ અને આર્યા એકબીજાની આંખોમાં આંખો નાંખીને જોઈ રહ્યા, અનિરુદ્ધથી બેધ્યાનપણે આર્યાના ખભે હાથ મુકાઈ ગયો, અનન્યા તો લાલ- પીળી થઈ ગઈ. આર્યાએ કેક કાપી. અનન્યા પગ પછાડતી ત્યાંથી ચાલી ગઇ. *** "વેલકમ જય, મને તો