પ્રતિશોધ પ્રથમ અંક - 2

(200)
  • 7.4k
  • 7
  • 6.5k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:2 ઓક્ટોબર 2001 મયાંગ, અસમ પંડિત શંકરનાથ પંડિત હવે વધુ તીવ્ર અવાજમાં શ્લોકોનું રટણ કરી રહ્યાં હતાં. જેમ-જેમ એમનો સ્વર ઊંચે જઈ રહ્યો હતો એમ-એમ આસપાસ પડઘાતી ભયાવહ ચીસો વધુને વધુ ડરાવણી થઈ રહી હતી. પોતાની જાતને ભડવીર કહેનારાં લોકો માટે પણ જ્યારે ત્યાંનાં ભયાનક વાતાવરણમાં ઊભું રહેવું અશક્ય હતું ત્યારે શંકરનાથ પંડિતનો પૌત્ર સૂર્યા એનાં દાદાજીના જણાવ્યાં મુજબ હાથમાં મોજુદ રહેલી બરણીને કસકસાવીને પકડીને બેઠો હતો. અચાનક એક મોટો કાગડો સૂર્યાની નજીકથી કકર્ષ અવાજ કરતો પસાર થયો જેની આંખો કોઈ હીરાની માફક ચમકી રહી હતી. આવાં સમયે આવું કોઈ અન્ય વ્યક્તિ સાથે થાય તો નક્કી એનાં