આત્માનો પુનર્જન્મ - 2

(51)
  • 5k
  • 1
  • 3.5k

આત્માનો પુનર્જન્મ રાકેશ ઠક્કર પ્રકરણ -૨ "હા ભાઇ હા, કિતની બાર બતાઉં. મૈને તો પહલે હી પૂછા થા યહાં ક્યોં જાના હૈ?" રીક્ષાચાલકે પોતાનો સવાલ યાદ કરાવ્યો. પ્રો.આદિત્ય હજુ કોઇ વિચાર કે સવાલ કરે એ પહેલાં એક હાથમાં ફાનસ લઇ બીજા હાથમાં લાકડીના ટેકે ડગ માંડતો એક વૃધ્ધ ત્યાં આવી પહોંચ્યો. અને બોલ્યો:"સાબ-બહેનજી આવો, આપની જ રાહ જોતો હતો..." પ્રો.આદિત્ય અને તારિકાની નવાઇ વધી ગઇ. આ ડોસો કોણ છે? અને તેમની રાહ કેમ જોતો હતો? "આવો, તમારું સ્વાગત છે. કાલના પ્રોગ્રામ માટે જ આવ્યા છોને?" વૃધ્ધે માહિતી આપતાં કહ્યું. "પેલો ઇતિહાસનો વર્કશોપ આ...આ હવેલી પર છે? પ્રો.આદિત્યમાં હવે થોડી હિંમત