રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 21

(118)
  • 3.2k
  • 7
  • 1.6k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2: અધ્યાય-૨૧ રુદ્રના શ્વાસ હજુ ચાલુ હતાં પણ કેટલો સમય એનો જવાબ કોઈની જોડે નહોતો? જાણે મેઘના અર્ધપાગલ થઈ ગઈ હોય એમ સેનાપતિ અકીલાને આદેશ આપતાં બોલી કે તાત્કાલિક વીરાને રાજવૈદ્ય જોડે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે. મેઘનાનો સત્તાવાહી સુર સાંભળી અકીલાએ રુદ્ર અને મેઘનાને તાત્કાલિક રત્નનગરી પહોંચાડવાની સગવડ કરી દીધી. વીતતી દરેક પળ સાથે રુદ્રના જીવિત રહેવાની શક્યતાઓ ઘટી રહી હતી એ જોઈ મેઘનાની આંખો ઉભરાઈ આવી હતી. જો રુદ્રને કંઈ થયું તો પોતે પોતાનું જીવન ટૂંકાવી દેશે એવો દૃઢ નીર્ધાર મેઘના મનોમન કરી રહી હતી. બે પાણીદાર અશ્વો પર બેસીને રત્નનગરી પહોંચવા સુધીમાં લાગેલો એક