નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨૬

(49)
  • 5.1k
  • 5
  • 3.3k

નફરતની આગમાં પ્રેમનું ખીલ્યું ગુલાબ-૨૬ હિતેશભાઈ, ધનસુખભાઈ, સુરજ અને મોહનભાઈ, બધાં મોહનભાઈની ઓફિસે એકઠાં થયાં હતાં. હિતેશભાઈ અને મોહનભાઈ કોઈ રાઝની વાત કરી રહ્યાં હતાં. હિતેશભાઈ સુરજની પાસેની ખુરશીમાં બેઠાં. મોહનભાઈ હજું પણ ઓફિસની બારી બહાર નજર કરીને ઉભાં હતાં. ધનસુખભાઈ ખુરશીમાં સૂનમૂન થઈને બેઠાં હતાં. વાતાવરણ એકદમ તંગ થઈ ગયું હતું. કોણ?? ક્યારે?? કેવો ઝટકો આપશે?? તેનું અનુમાન સુરજ લગાવી શકતો નહોતો.મોહનભાઈનો ઈશારો મળતાં જ હિતેશભાઈએ બધી વાત કહેવાની શરૂઆત કરી. સુરજ જાણે કોઈ કહાની સાંભળતો હોય, એમ સ્થિર થઈને બેસી ગયો."જો ધનસુખ, તું ઉર્મિલા વિશે જેવું વિચારતો એ સાવ ખોટું હતું. મારાં વિશે તારી જે વિચારસરણી છે, એ