અંગારપથ. - ૫૪

(187)
  • 10.7k
  • 11
  • 6.5k

અંગારપથ. પ્રકરણ-૫૪. પ્રવીણ પીઠડીયા. ગોવાની સોનેરી ધરતી ઉપર અંધકારનું સામ્રાજ્ય ફેલાવું શરૂ થયું હતું અને લાઈટો ઝગમગવી શરૂ થઇ હતી. સાંજનો અસહ્ય બફારો હળવી ગતીથી આહલાદકભરી ઠંડકમાં પરીવર્તિત થઇ રહ્યો હતો. દરિયાની સપાટી ઉપરથી વહેતી ખારાશ છવાયેલી હવાઓમાં ધીરે-ધીરે રાતની મદહોશી ભળવી શરૂ થઇ હતી. ગોવાનું યૌવનધન અંગડાઇ લઈને રાતને આવકારવા સજ્જ થતું હતું. એવા સમયે લિસ્સા સરપટ રસ્તા ઉપર ભયાનક વેગે દોડતી એમ્બ્યુલન્સ સરકારી હોસ્પિટલ તરફ જઈ રહી હતી. એમ્બ્યુલન્સમાં ગોવાનો સર્વ શક્તિમાન વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો. એ ડગ્લાસ હતો. તેની સાથે અભિમન્યુ હતો. તેની હાલત પણ નાજૂક હતી છતાં એ સર્વાઈવ કરી જવાનો