દોસ્તથી વધારે કંઈ જ નહિ.. - 3

(17)
  • 3.9k
  • 3
  • 2.5k

નમન ગામડેથી ઉપડાઉન કરતો હોવાથી ક્યારેક બસ ન આવતી તો આકાશના ઘરે રોકાઈ જતો,અને આકાશ ક્યારેક નમનના ઘરે જતો આમ બન્ને મિત્રોની મિત્રતા ગાઢ બની ગઈ.આમ સમય પણ પાણીની જેમ સરકવા લાગ્યો જોતજોતામાં એક વર્ષ કેવી રીતે વીતી ગયું બન્નેને ખબર ન પડી. નમનને આકાશથી છ મહિના પહેલા કલાસ જોઈન કર્યો હતો એટલે નમનનો કોર્ષ પૂરો થઈ ગયો અને નમનને મેગાસીટી અમદાવાદમાં આઈ .ટી કંપનીમાં,આઈ . ટી ફિલ્ડમાં નોકરી મળી ગઈ. અને નમન અમદાવાદ જવા માટે રવાના થવાનો હતો એટલે આકાશ નમનને છોડવા રેલવેસ્ટેસન આવ્યો નમનને મોટાભાઈ તરીકે આકાશે આશીર્વાદ આપતા કહ્યું ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવતાં