રાઈટ એંગલ પ્રકરણ–૨૫ આમ પોતાની જ પાર્ટી છોડીને જતો રહ્યોં એટલે વાતાવરણમાં સ્તબ્ધતા છવાય ગઇ. લોકો અવાચક થઇને કશિશ સામે જોઇ રહ્યાં. કશિશ શરમની મારી જમીન પર નજર ખોડીને ઊભી હતી. એને સમજ ન હતી પડતી કે કૌશલ પોતાના જ ફંકશનમાંથી આવી રીતે જતો રહે તેથી કેમ કરીને ગેસ્ટસનો સામનો કરવો. થોડીક ક્ષણો એમ જ વીતી. કશિશ ચૂપચાપ ઊભી હતી. સૌથી પહેલાં એ.સી.પી. શિવકુમાર રાવ પાસે આવ્યા અને બોલ્યા, ‘ગોડ બ્લેસ યુ!‘ અને એમની મિસિસ સાથે જતાં રહ્યાં. એટલે એક પછી એક એમ બધાંજ મહેમાનો જવા લાગ્યા. કશિશ મૂક થઇને બધાંને જતાં જોઇ રહી. પાંચેક મિનિટમાં તો કોફી હાઉસ તદ્દન