દીલની કટાર-પ્રેમ આસ્થા પ્રેમ, સ્નેહ, લગાવ, લાગણી પરીણય, પ્યાર આમ અનેક શબ્દોનો ઉપયોગ આકર્ષણ પછી પ્રેમબંધનમાં બંધાવા માટે વપરાય છે અનેક ભાષાઓમાં એનાં માટે અલગ અલગ શબ્દો પ્રયોગ હોઇ શકે પણ તત્વ એકજ છે અને એ પ્રેમ . પ્રેમ તત્વ ઇશ્વરે આપેલી એક અણમોલ ભેટ, આ ભેટ ઇશ્વર સમ છે એમાં ક્યાંય સ્વાર્થ, ધિક્કાર, તિરસ્કાર દગો એવાં કોઇ તત્વ નથી. નિરાકાર ઇશ્વર જેવો પ્રેમ આંખે દેખાય કે નહીં પણ અનુભવાય છે એનો એહસાસ છે. એહસાસ પણ કેવો જેમાં ઓતપ્રોત થયાં પછી આંખોમાં આંસુ, દીલમાં સૂકુન જગનાં કોઇપણ સુખ કરતાં વધુ આનંદ મળે છે. પ્રેમ એ દરેક જીવમાં ઘરબાયેલું તત્વ છે એ