"હા… હા….હા...મને પકડીને બતાવ મમ્મી.. હા… હાહા.." નાનકડી 4-5 વર્ષ ની એક છોકરી ગાર્ડન માં રમી રહી હતી, તેની પાછળ ઝંખના દોડી રહી હતી. "બેટા અહીં આવ, પડી જઇશ, ઉભી રહે હમણાં તને પકડી લઉં છું." ઝંખના તે છોકરી ને પકડી લે છે અને બેઉ હસવા લાગે છે. "ચલો હવે બહુ મસ્તી કરી ચા-દૂધ તૈયાર છે " અંદર થી ગૌતમ નો અવાજ આવ્યો. ઝંખના અને નાનકડી છોકરી બન્ને હસતાં હસતાં ઘર માં જાય છે. (તૃષ્ણા સપનાં માં પોતાને અને પોતાની મમ્મી ને જોઈ રહી હતી. સપનું જોતા જોતા જ ઊંઘ માં જ તેના ચહેરા પર એક હાસ્ય મલકવા લાગ્યું હતું.)