ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨૦

(52)
  • 4.1k
  • 5
  • 1.9k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું વીસમું ઇન્સ્પેક્ટર ઠાકોર વૃધ્ધની લટકતી લાશ જોઇ રહ્યા હતા. શહેરના એક મધ્યમવર્ગીય લોકોના વિસ્તારમાં ત્રણ માળની લિફ્ટ વગરની જૂની બિલ્ડિંગમાં બીજા માળે રહેતા ૬૮ વર્ષીય સુકલકડી અનિલભાઇની પંખામાં દોરડાથી લટકતી લાશને ભારે હવામાં સહેજ ઝૂલતી જોઇ આશ્ચર્ય પણ પામ્યા. અનિલભાઇએ પંખા નીચેનો લાકડાનો મોટો બેડ બાજુમાં હટાવી ગળે દોરડું બાંધી ખુરશી પર ઊભા રહીને પછી ખુરશીને લાત મારી પાડી દીધી હોય એવું ચિત્ર ઉપસી રહ્યું હતું. દેખીતી રીતે આ આત્મહત્યાનો બનાવ લાગતો હતો. પરંતુ અનિલભાઇની આત્મહત્યા પાછળ કોઇ નક્કર કારણ દેખાતું ન હતું. દસ વર્ષ પહેલાં સરકારી નોકરીમાંથી પિયુન તરીકે નિવૃત્ત થનાર અનિલભાઇ એકલા જ આ ભાડાના