Emporer of the world (જગતનો સમ્રાટ) - 5

(26)
  • 5.7k
  • 1
  • 2.6k

ભાગ - 4 મા આપણે જોયું કે જૈનીષના જન્મથી બીનીતભાઈ અને રમીલાબેનના જીવનમાં નવું પરિવર્તન આવે છે. બંને પતિ અને પત્ની વચ્ચેના સંબંધોને નવું જીવન મળે છે. જૈનીષને મંદિરે ભગવાનના દર્શન કરવા લઈ જવામાં આવ્યો હોય છે. જ્યાંથી મંદિરના પૂજારી દ્વારા બીનીતભાઈને તેમના કુળદેવી અને કુળદેવતાના આશીર્વાદ અપાવવા માટે કહેવામાં આવે છે. તરત જ બીનીતભાઈ અને રમીલાબેન પોતાના ગામ જવાની તૈયારી કરે છે. ગામમાં ઈશ્વરભાઈ અને શાંતાબેન બંને પોતાના પૌત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. પુત્ર બીનીતભાઈ અને પુત્રવધૂ રમીલાબેનના આગમન બાદ તેઓ પોતાના કુળદેવી અને કુળદેવતાના આશીર્વાદ જૈનીષને અપાવવા લઈ જાય છે. જૈનીષને મુખ્ય પૂજારી દ્વારા આશીર્વાદ રૂપે