ઈશાન અને સ્ત્રીઓ - ૨

  • 4.8k
  • 1
  • 2.3k

(આગળ આપણે જોયું કે ઈશાન અને કલ્પના ફોન પર વાત કરી રહ્યા હતા. ડિમ્પલ એ જોઈ રહી હતી અને બંને બસમાં સવાર થઇ ગીતોની મજા માણતા માણતા હોસ્ટેલ તરફ જઈ રહ્યા હતા. હવે આગળ...) ***************** ઈશાન અને સ્ત્રીઓ (ભાગ - ૨) ***************** ઈશાન તલ્લીન થઇને મ્યુઝિકમાં ખોવાયો હતો. ડિમ્પલને પણ ગીતો સાંભળવાનો શોખ હતો પણ ન જાણે કેમ દિલના એક ખૂણામાં એને કંઈક ખૂંચતુ હતું. એને એમ થતું કે હું પણ દેખાવે સુંદર છું, ભણવામાં પણ સારું ધ્યાન આપું છું, રિઝલ્ટ આવે ત્યારે અમારો ક્રમ પણ ઉપર-નીચે જ હોય છે. તેમ છતાં કેમ આ ઈશાન મને નોટિશ નહીં કરતો