લાગણીઓનું શીતયુદ્ધ : પ્રકરણ 2

  • 3.9k
  • 2.8k

પ્રકરણ - 2 જિંંદગી જ્યારે પણ કોઈ પણ અજ્ઞાત વ્યક્તિ સાથે તમને મળાવે ત્યારે, સમજી લો .... એ વ્યક્તિ સાથે તમારો એવો સંબંધ જોડાવા જઈ રહ્યો છે જે આજીવન તમારા માટે યાદગાર બની રહેશે.... નુપૂરના વિક્ષેપ બાદ, અનંતે અનુભવ્યું કે તે થાકી ગયો હતો કારણ કે તે છેલ્લા પોણા કલાકથી બારી આગળ ઊભો હતો. તે આવીને પોતાની રિવોલ્વિંગ ચેર પર બેઠો અને સામેના ટેબલ પર પડેલા બેલની સ્વિચ દબાવીને લાલજીને બૂમ પાડી. લાલજીએ ઘંટડીનો અવાજ સાંભળ્યા પછી કેબિનનો દરવાજો ખખડાવ્યો અને અનંતનો કમ ઈનનો ઓર્ડર સાંભળ્યા પછી અંદર પ્રવેશ્યો. જે રીતે લાલજી અનંતની પસંદગી અને એના ડેઈલી રૂટિન