પેન્ટાગોન - ૧૦

(80)
  • 5.1k
  • 5
  • 2.8k

( જંગલમા વાઘના શિકારનું શૂટિંગ કરવા ગયેલ મિત્રોથી અલગ કબીર કોઈ બીજી જ દિશામાં આગળ વધ્યો હોય છે જ્યાં એને માતાજીની દેરી દેખાય છે, એક યુવતી દેખાય છે જે એને કુમાર કહી સંબોધે છે...)ચારેય મિત્રો નાસ્તાના ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. કબીર સિવાયના ત્રણે જણા ચિંતિત હતા અને આ બધી મુસીબતની જડ સના જ છે એમ માની તિરસ્કારથી એની સામે જોઈ રહ્યા હતા. સનાને જાણે એ લોકોની હાલત પર મજા આવી રહી હોય એમ મલકાતી રહી રઘુને કહી બધાની ડિશમાં આલુના પરોઠા અને દહીં પિરસાવી રહી હતી.નાસ્તો કર્યા બાદ કબીરને લઈને બાકીના ત્રણે દોસ્ત ઉપરના ઓરડામાં ગયા હતા. “કબીર તું ગાંડો