આર્યાને દોડી જતા અનિરુદ્ધના પિતાજીએ જોઈ, એમને પરિસ્થિતિ સમજતાં વાર ન લાગી. આર્યા માટે અનિરુદ્ધ નું ઘર એકદમ અજાણ્યું હતું, એણે અગાઉ રસોડું જોયું હતું. એ રસોડામાં પહોંચી, અનાથાશ્રમમાં એ રહેતી અને જ્યારે પણ કોઈ બાબતે મૂંઝવણ અનુભવતી ત્યારે સીધી રસોડામાં જ પહોંચી જતી. ત્યાં જઈને એ કંઈપણ રસોઈ બનાવવા લાગી જતી, એની નિરાશા અને દુઃખ દૂર કરવાની આ એક રીત હતી. એણે વિચારમાં ને વિચારમાં ભજીયા બનાવવાનું શરૂ કર્યું, અનિરુદ્ધના ઘેર રોજ આવતા રસોઈયા મહારાજ આર્યા સામે તાકી રહ્યા, અનિરુદ્ધના પિતાજીએ એમને ચૂપ રહેવા ઈશારો કર્યો. આર્યાને ખ્યાલ ન હતો કે એ કોની પાસે વસ્તુઓ માગી