અંતિમ વળાંક પ્રકરણ ૬ તે દિવસે રવિવાર હતો. ઇશાનને રજા હતી. તે કેમેરો ખભે લટકાવીને ફોટોગ્રાફી માટે ઘરની બહાર નીકળી જ રહ્યો હતો ત્યાં અચાનક તેનું ધ્યાન ટીવીમાં પ્રસારિત થઇ રહેલાં બ્રેકીંગ ન્યુઝ પર પડયું હતું. ઇશાનની નજર ટીવીના સ્ક્રીન પર ચોંટી ગઈ હતી. બીબીસી ન્યુઝ પર ગઈકાલે મોડી રાત્રે હિથ્રો એરપોર્ટ પરથી દુબઈ માટે ઉપડેલા પ્લેન ક્રેશ થઇ ગયાના સમાચાર દર્શાવાઈ રહ્યા હતા. ઇશાનનું હ્રદય જોર જોરથી ધડકવા લાગ્યું કારણકે આ એજ ફ્લાઈટ હતી જેમાં ઉર્વશીની ડયુટીનો છેલ્લો દિવસ હતો. ઇશાન ફાટી આંખે ટીવી પર પ્રસારિત થઇ રહેલા દ્રશ્યો નિહાળી રહ્યો. પ્લેનમાં મુસાફરી કરી રહેલા તમામ દોઢસો પેસેન્જર્સ અને