ઘણી શાંત છે આ દુનિયા છતાં ભીડ મારા અંતર માં છે આમ તો બધું લોકડાઉન છે દુનિયા છતાં આઝાદી મારા ઘર માં છે.મારે આ પુસ્તક માં વાત એ કરવાની છે કે જે સમય ગાળો મળ્યો છે એ સમય દરમ્યાન આપણી જાત ને શું ફાયદો મળી શકે છે.આપણી ખામીઓ, ભૂલો, નિરાશા,હતાશા,એકલતા ,નિષ્ફળતા,દુઃખો માંથી કઈ રીતે બહાર આવી શકીએ છીએ.આપણે નવું શું શીખી શકીએ છીએ.?આપણા વિચારો,આપણી રહેવાની પદ્ધતિઓ ,આપણા નિયમો,આપણી જીવનશૈલી, આપણે નવું શું કરી શકીએ છીએ એની વાત કરવાની છે.આપણે શું મેળવ્યું અને આપણે શું ગુમાવ્યું એની વાત કરવાની છે.આ સાથે લોકડાઉન માં પોઝિટિવ પરિણામ અને એ સાથે નેગેટિવ પરિણામ ની વાત કરવાની છે.