અરે રોહન ભાઈ..........!!!શેઠે બૂમ પાડીને રોહન ની પાછળ દોટ મૂકી...રોહન ઝાંપાની બહાર નીકળી ગયો હતો...શેઠે રોહનનો હાથ પકડી કહ્યું...શું થયું ભાઈ........!!!!આમ અચાનક ઇન્ટરવ્યૂ છોડીને ક્યાં ચાલ્યા.......!!! પાણી પણ ના પીધું......!!!શું પાણીમાં કચરું પડ્યું હતું......! શેઠે એકીશ્વાસે હાંફતા હાંફતા રોહનને કહ્યું... કચરું પાણીમાં નહીં શેઠ... તમારી આંખમાં પડ્યું છે. અરે ભાઈ કાંઇ સમજાય એવું બોલો...આવો અંદર બેસો શાંતિથી વાત કરીએ... ના શેઠજી....મારા હવે ના પ્રશ્નો ના જવાબ તમે આપી નહીં શકો એટલે આ ઇન્ટરવ્યુ હું પૂરો નહીં કરી શકું... શેઠને મનમાં થોડો ખચકાટ થયો.પણ જીવનમાં પ્રથમ વખત કોઈને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા અને સમાચાર પત્રમાં પોતાનું નામ અને પોતાના વિચારો જોવાની લાલસા જાગી હતી.આવી તક હાથમાંથી