સમય ખુબ ખરાબ ચાલે છે. (5) “મારી જીપ પણ યાર સળગી ગઈ હતી!” આશુતોષે સધિયારો આપવાની કોશિશ કરી. “અરે યાર, તારી જીપ તો કેટલીય વાર પલટી મારી ગયેલ એટલે સળગી જાય પણ મારી જીપ તો એમનેમ ઉભી હતી, કઈ સમજાતું નથી.” સહદેવે બળાપો ઠાલવ્યો. “ચાલ દોસ્ત હવે એની રાખ સિવાય કઈ હાથ ન લાગે, વીમો બીમો હતો કે નહિ?” “વીમો પણ નથી ઘણાં ટાઈમથી, પણ એમાં ત્રણ લાખ રૂપિયા હતાં એ બળીને ખાખ થઇ ગયા! મારી મમ્મીને હું શું જવાબ આપીશ.” લગભગ રડવા જેવા અવાજથી સહદેવ બોલ્યો.” “ઓહ, વેરી સોરી! પણ આવું જોખમ ઘરની તિજોરીમાં રખાય.” “પણ દોસ્ત બે દિવસથી