રાઈટ એંગલ - 24

(29)
  • 2.4k
  • 1
  • 1.3k

રાઈટ એંગલ પ્રકરણ–૨૪ સાંજે છ વાગે કશિશ મોલમાંથી બહાર નીકળી ત્યારે એના અને ધ્યેયના હાથમાં ચાર–પાંચ શોંપિંગ બેગ્સ હતી. ‘મારી મા...હવે કશું બાકી રહી નથી ગયું ને? ઓહ ગોડ આઇમ ડેડલી ટાયર્ડ!‘ ધ્યેય બોલ્યો એટલે કશિશે પોતાનું લિસ્ટ ચેક કર્યું, ‘મેંચિગ એસેસરીઝ ડન...મેંચિંટ શૂઝ ડન....પરફ્યુમ પણ લેવાઇ ગયુ. ઓહ! નેઇલપોશિલ રહી ગઇ છે...મારે આ ઇન્ડો–વેસ્ટર્ન ગાઉન સાથે એ જોઇશે ને!‘ ધ્યેયે મોલની બાજુના કાફેમાં ઘુસતા બોલ્યો, ‘નો મોર શોપિંગ...બહુ ભૂખ લગી છે...પેટપૂજા કરાવ...ચલાવી ચલાવીને મારું તેલ કાઢી નાંખ્યુ.‘ ‘હા...તો તારે કહેવું જોઇએ ને ભૂખ લાગી છે!‘ ‘મને એમ કે તને ભૂખ લાગશે...બટ યુ નો...તમને લેઝિડને શોંપિગ સમયે તે પણ યાદ