ઘરેલૂ હિંસા

  • 7k
  • 2k

મહેશ અને નિમિષાના લગ્નને 7 વર્ષે પુરા થઈ ચૂક્યા હતા. તેમને રાજકુમાર જેવો 3 વર્ષનું બાળક પણ હતું. પણ ખબર નહી કેમ 7 વર્ષેમાં ઘણીવાર બંને વચ્ચે અનબન ચાલ્યા કરતી. સંબંધોમાં ક્યારેક ના સમજે ઝગડા થાય પણ એક બીજાની સમજણથી એ ઉકેલાઈ પણ જાય. મહેશ અને નિમિષાના લવ મેરેજ હતા. પેહલા એક વર્ષે સુધી બંને વચ્ચે બરાબર જ ચાલતું. બંને એકબીજા થી ખુશ હતા. મહેશ હંમેશા નિમિષાને ખુશ કરવાની કોશિશ કર્યા કરતો. પણ હવે મહેશ બદલાઈ ચૂક્યો હતો. કદાચ હવે પોતે કમાવવા જઉં પડે છે એટલે બદલાઈ ગયો હશે. મહેશએ, પેહલા કોલેજ સમયમાં કોઈ દિવસ કોઈ કામ કરેલું જ નહીં.