ડેલીએ દસ્તક

(20)
  • 2.7k
  • 833

' ડેલીએ દસ્તક ' અમારા નાનકડા ગામની નાનકડી ડેલી , વર્ષો જૂની અમારી ડેલી ... ડેલીનું લાકડુ એટલે આખેઆખું સુકાય ગયેલુ ... જો ભૂલથી હાથ ઘસાઈ જાય તો લોહીના ટસિયા ફૂટી જાય . એવું કોહવાય ગયેલું હતું . સાંકળ તો ઉપર દેવાની અને નીચેની બેય સડી ગયેલી એવી કે ભંગારમાં પણ ના ચાલે ... અમારી બાજુમાં રેતી ઇ નાની બાળ એનુ નામ રાધી હતું . અમારી ડેલીના આંગણે એ રોજ ડોકિયું કરતી અને ધીમી અવાજમાં બોલતી ' બા ...અને મારા કપાળ પર કરચલીઓ જામી જતી . હું મનમા ને મનમાં બબડતી ' એ આવી ગઈ પાછી ...રોજેરોજની લપણી છે .