પોસ્ટકાર્ડ

(11)
  • 5.3k
  • 1
  • 2k

પોસ્ટકાર્ડ સવારના મઘમઘતા વાતાવરણમાં ઉઠીને આહલાદકતાના એંધાણ સાથે દલજીભા ઉઠી ગયા, પરોઢિયું હજી પાંગર્યું જ હતું અને દિવસ વિતાવવાની એમની તાલાવેલી જોઈને તેમની ઝીણી આંખોમાં ઉજાસ પ્રસરી ગયો હતો.ઘઉંવર્ણો રંગ અને સમતલ ઘાટનો એમનો બાંધો, રિટાયર થવાની ઉંમર છતાં અનુભવના ઓથારમાં હજી પણ જીવન ઘણુ પ્રવુત્તિશીલ છે એનું અનુમાન કરી શકાતું હતું.આમતો ત્રણચાર વર્ષ જ બાકી હશે નિવૃત્તિના પણ એમની કામ કરવાની ધગસ અને ઉમળકાથી કાર્યનિષ્ટ્ઠા ઝલકતી હતી. એંશીના દાયકાની આ વાત છે, એ વખતે ખેતીને પ્રાધાન્ય આપી કોઈ નોકરીમાં જોડાતું નહિ, પરંતુ આ દલજીભાએ તે વખતે ખેતી મૂકીને સમાજસેવાના ભાવ સાથે પોસ્ટમેનની સેવામાં જોડાવાનું પસંદ કરેલું.આમ