કલંક

(15)
  • 2.8k
  • 1
  • 1k

તેજ રફ્તારમાં ચાલતી ટ્રેનની ગતિ પણ એને ધીમી લાગી રહી હતી. સ્ટેશન આવવાનું જ હતું. પરંતુ હવે એ રાહ જોવાની સ્થિતિમાં નહોતો. વારંવાર થતું કે બસ ટ્રેન થોડી ઊભી રહે તો અહીં જ ઉતરી જાવ. જોકે એવું બન્યુ નહીં તેથી એને સ્ટેશન સુધી જવા સિવાય છૂટકો જ નહોતો. સ્ટેશન આવ્યું...એના સિવાય બીજું કોઈ ઉતર્યું નહીં. એણે પ્લેટફોર્મ તરફ નજર નાંખી... બધું અજાણ્યું અજાણ્યું લાગતું હતું...સાવ બદલાઈ ગયેલું... 'મારું આજ સ્ટેશન છે ને ?' પોતાની જાતને એ પૂછવા લાગ્યો. બોર્ડ તરફ નજર જતા પાક્કું થઇ ગયું કે આ જ એનું સ્ટેશન હતું... અહીંથી એનું વીસેક કિ.