અંગત ડાયરી ============શીર્ષક : ઈશ્વરસ્પર્શ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૧૭, મે ૨૦૨૦, રવિવારઅમુક ઘટનાઓ આપણી ભીતરે અનોખા સ્પંદન શા માટે જગાવતી હશે? નવી નક્કોર નોટબુકના પહેલા જ પાના પર પ્રથમ અક્ષર લખતી વખતેની ક્ષણ કેટલી બધી સુખદ હોય છે, નહીં? પહેલા પગારની નોટો કે ચેક હાથમાં લેતી વખતે, પહેલી વખત કારની ડ્રાઈવિંગ સીટ પર બેસતી વખતે, પહેલી વખત કોઈ સુંદર પાત્ર સાથે આંખો ચાર થાય કે સ્મિતની આપલે થાય ત્યારે રૂંવાડે રૂંવાડા જે થનગનાટ અનુભવે છે એનું વર્ણન શક્ય છે ખરું...? શું આપણી ભીતરે રહેલા ઈશ્વરત્વનો એ સ્પર્શ હશે?યાદ કરો એ પ્રથમ સ્મિત... એ પ્રથમ ત્રાટક..