બકા'લુ - ૭

  • 3.6k
  • 1
  • 1.2k

કાવ્યાંને પામવાના ઘણી ચાલ રમી પણ પાર્થિવ પામી શક્યો નહીં.દિવસો રેતીની જેમ સરકી રહ્યા હતા.આખરે પાર્થિવે હાર કબૂલ કરી લીધી અને નિર્ણય લઇ લીધો કે હવે મારે કોઇને પ્રેમ નથી કરવો. કાવ્યાઅે પણ સ્વિકાર કરી લીધો કે હવે પાર્થિવ જોડેની યાદો હમેંશા યાદો બની ગઇ. ભૂતકાળના પ્રેમીઅોના ચિત્રો જૂની દિવાલ પરથી ભૂસાંવા લાગ્યા હતા.વિખૂટાના દસેક વર્ષો થઇ ગયા હતા.કાંવ્યાઅે લગ્ન પણ કરી લીધા હતા.હવે તે સુખી શાંતિપૂર્ણ જીવન પોતાની નોકરી સાથે જીવી રહી હતી. પાર્થિવ કાવ્યાંની યાદો ભૂલવા માટે આહવા છોડીને નવાપુર સ્થાયી થયો હતો.તે અેકલવાયું જીવન જીવતો હતો.નવાપુરના જ અેક ગલીમાં અેક કરોળિયાનાં જાળી વાળો અોરડો ભાડે રાખ્યો