મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (5)

(19)
  • 13.6k
  • 3
  • 4.5k

સુરેખા હરણ. (1) પાંડવો,જુગારમાં પોતાનું રાજપાટ હારી બેઠા હતા. તેર વરસનો વનવાસ ભોગવી રહ્યાં હતાં. બલભદ્રે પોતાની પાલક પુત્રી સુરેખાનું વેવિશાળ અભિમન્યુ સાથે કર્યું હતું. અભિમન્યુ, સુભદ્રા અને કુંતામાતા એ વખતે વિદુરજીના ઘેર રહેતાં હતાં. બલભદ્રે વિચાર્યું કે 'પાંડવો તો હવે કંગાળ થઈ ગયા છે. તેર વર્ષ સુધી હું રાહ જોઉં અને ત્યાર પછી પણ દુર્યોધન એમને ઇન્દ્રપ્રસ્થ પાછું આપશે કે નહીં એ કોણ જાણે ? એના કરતાં લાવને આ વિવાહ ફોક કરી નાખું. મારી દીકરીને હસ્તિનાપુર નરેશ દુર્યોધનના પુત્ર સાથે જ પરણાવી દઉં...! મારી દીકરી તો સુખમાં જશે અને મને એક મોટો સગો મળશે...!' એમ વિચારીને બલભદ્રે કૃષ્ણને બોલાવ્યા અને