ખાંડ ની થેલી ...

  • 2.8k
  • 1
  • 928

દસ કલાક સરસ મજાની ઊંઘ પતાવી હું દરરોજની જેમ મારી માં ને વહાલ કરવા ગયો. ત્યાં જ થયું કે આજે હું ચા બનાવીને પીવડાવવું. માતૃશ્રી એ હામી ભરી સવાર સવાર માં જોખમ ખેડી લીધું.આદુ, ફુદીનો, લીલી ચા, આ બધું ઉપયોગમાં લીધા બાદ ખાંડ નો વારો આવ્યો. આપણામાંથી મોટાભાગના લોકો માટે ' ખાંડ એટલે મીઠાશનો નાનો અમથો ખંડ. 'મને યાદ છે, હું ચોથા ધોરણમાં હોવો જોઈએ એટલે લગભગ દસ વર્ષનો. મારી માં ને હું સાંભળી ગયેલો કે," ખાંડ તાત્કાલિક લાવવી પડશે." હું સાયકલ પર ખાંડ લઈ આવવાની બાળસહજ જીદે ચઢ્યો હતો. મને લાગે છે કે ત્યારે એ મનમાં જરૂર વિચારતી હશે