લવ બ્લડ - 11

(85)
  • 4.8k
  • 9
  • 2.9k

લવ બ્લડપ્રકરણ-11 દેબુ-રીપ્તા દવાખાનામાં ડ્રેસીંગ કરાવીને નીકળ્યાં રીપ્તાને એનાં ઘરે ડ્રોપ કરીને એનાં ઘરે પહોંચ્યો. વરન્ડામાં બેઠેલાં એનાં માં-પાપા એને ઈન્જર્ડ જોઇને એની પાસે દોડી આવ્યાં. દેબુ આ તને શું વાગ્યુ ? તને શું થયું ? એકસ્માત થયો કે પડી ગયો ? દેબુએ બાઇક બંધ કરતો કહ્યું "કંઇ નથી થયું મોમ કેમ આટલી પેનીક થાય છે ? દેબુએ માં પાપાને શાંત કરવા કહ્યું "પાપા કંઇ નથી થયું પણ રસ્તા વચ્ચે નાનું ડોગી આવી ગયેલું એનો બચાવવા જતાં જ બાઇક સ્લીપ થઇ અને મારું માથુ ફુટપાથ ને અથડાયું થોડું વાગ્યું છે પણ ડોક્ટર અંકલને ત્યાં ડ્રેસીંગ કરાવીને જ આવ્યો છું કાંઇ