અંતિમ ઈચ્છા - ભાગ ૮

  • 4k
  • 1
  • 1.6k

અધ્યાય ૮ એક-બે ઉંડા શ્ર્વાસોચ્છવાસ લઈ ઋષિ સ્વસ્થ થયો. પોતાના પ્રશ્ર્નો કરી, એમનો જવાબ મેળવ્યા પછી જ એ પરલોક સિધાવવા માંગતો હતો. એણે જોરથી એક ખોંખારો ખાધો. "હે ઋષિદેવો, મહેરબાની કરી મને ઉત્તર આપો જેથી હું આત્મસંતોષ અને ખુશી સાથે આ દેહ છોડી શકુ." ઋષિએ ફરી ઉંડા શ્ર્વાસ લીધા. "વત્સ, તારૂ ભૌગોલિક જ્ઞાન જોઈ અમે ખૂબ ખુશ થયા છીએ. તારા તર્ક મુજબ આ સ્થળોએ અમારા પ્રણપૂર્તિ માટેની જમીન મળી આવવાની શક્યતા વધુ છે અને અમે પણ તારી એ વાત સાથે સંમત હોત જો તુ અમને થોડા સમય પૂર્વે મળ્યો હોત." "પરંતુ આટઆટલા વર્ષોમાં તે દર્શાવેલ આ સ્થળોની ભૂમિનો એકે એક