વાતોમાં તારી યાદ... - 2

  • 4.1k
  • 1.8k

આગળ જોયું કે લવ અને રવિ કેન્ટીનમાં નાસ્તો કરી રહ્યા હતા ત્યા જાનકી અને સ્નેહા આવે છે,અને જાનકી લવ ને જોઇને તેને સ્માઈલ આપે છે હવે આગળ,લવ મનમાં વિચારી રહ્યો હતો કે હમણાં કલાસરૂમમાં પોતાની સામે ગુસ્સે થી જોઈ રહેલી જાનકી અત્યારે સ્માઈલ આપે છે ત્યારે,લવને વિચારોમાં ઘેરાયેલો જોઈ રવિ તેની મજાકીયા આદતમાં બોલ્યો "કેમ મજનુ હજી ઓલી કલાસરૂમવાળીની યાદોમાં ખોવાયેલો છ"રવિ તરફ આટલું સાંભળતા લવ પણ તેની આદત પ્રમાણે હસતા બોલવા લાગ્યો "હા ટોપા એના જ વિશે વિચારતો હતો કે હમણાં કલાસરૂમમાં પોતાની સામે ગુસ્સે થી જોઈ રહેલી અત્યારે તો તેની સામે સ્માઈલ આપે છે"રવિ મોટો જ્ઞાની-પુરુષની જેમ કહે છે