લોક ડાઉનમાં બ્લોક ડાઉન

  • 2k
  • 621

કોરોના વાઈરસની જયારે કલ્પના પણ નહોતી તે વખતે બા ગામડેથી થોડા દિવસ રોકાવા અમદાવાદમાં મોટા દીકરા ના ઘેર આવેલા હતા. એવામા અચાનક લોકડાઉન લાઞી ઞયું.કોરોના વાઈરસને કારણે દીવસે ને દીવસે કેસમાં વધારો આવતો જાય. બા સવારે ઉઠીને તરત જ ટીવી સમાચારની સામે ગોઠવાઇ જાય ટીવી રીપોર્ટર ઞામ વાઈઝ સમાચાર બોલતા જાય ને બા ચિંતા કરતા જાય સુરતમાં સુનિલ ને વડોદરા મા વિનોદ,મુંબઈ માં મહેશ ને દિલ્હી મા દીવયેશ શુ કરતા હશે ? બા ના ચિંતાતુર ચહેરાની ચિંતામાં પૌત્રો ટીવી બંધ કરી દેતા. બપોરે જમીને બા દીકરાને કહે બેટા મને સુનીલ ને ફોન લગાવી આપને હું અેમના ખબર પુછી લઉં.