નિર્ણય

(11)
  • 2.4k
  • 1
  • 1k

નિશાંત સાંજે ઓફિસેથી ઘરે આવ્યો. આજે તેનો ચહેરો થોડો ઉદાસ લાગતો હતો. તેની વાઈફની નજર તેના પર પડતાં જ કંઈક થયું હોય તેમ લાગ્યું. તેના એકાદ-બે પ્રશ્નોના ઉત્તરમાં નિશાંતે સાવ સાદાઈથી કહ્યું કે, "એ તો ઓફિસના વર્ક-લોડને કારણે થોડો થાક લાગ્યો છે. બાકી કઈ નથી." તેની વાઈફને તેના જવાબથી સંતોષ ના થયો તેમ છતાં નિશાંતને વધારે પ્રશ્ન કરી પરેશાન કરવાનું તેને ઉચિત ન લાગ્યું. ફ્રેશ થઇને નિશાંત ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયો. દરરોજની જેમ આજે નિશાંતની જમવાની ઈચ્છા ન હતી પણ તેમ છતાં પોતાના જ નિયમ પ્રમાણે કે, 'અન્નદેવને ઠુકરાવી તેમનું અપમાન ન કરવું. થોડું