સોનમ...આજે ફરી સોનમે તેના દિલોદિમાગ પર કબ્જો જમાવ્યો હતો... પહેલાની જેમજ... તે હંમેશા કહેતો... સોનમ, જિસકે આગે સોના ભી લગે કમ કમ... અને સોનમ કેવું મીઠું શરમાઇ જતી! એનો સુંવાળો સહવાસ આજે પણ રોમેરોમમાં એક રોમાંચ ભરી જતો. કેવો ઘેલો થઇ ગયો હતો તે સોનમ પાછળ! સોનમ સાથે સંસાર સજાવવાના કેટલાય સપના આંખોમાં ભરી લીધા હતા... પણ... પણ એ એક વાત ખટકતી હતી તેના મનમાં... એ એક્સિડન્ટ...ઉંહુ.... તેણે માથું ધુણાવી વધારાના વિચારો ખંખેરી નાંખ્યા. પૂરો ભરોસો હતો તેને પોતાના પ્રેમ પર. અને એટલેજ ખાતરી હતી કે તેની આ એબ સોનમ જતી કરશે... સો ટકા... અને એ બંનેનો પ્રેમ લગ્નમાં પરિવર્તિત