ક્લિનચીટ - 5

(28)
  • 3.2k
  • 4
  • 1.8k

પ્રકરણ - પાંચમું‘આલોક, આ પરિસ્થતિનો સમય મારાં માટે આપણી દોસ્તીના પરિમાણની પરીક્ષાના પરિણામનો સમય છે. હું છેલ્લાં ઘણાં સમયથી નિરીક્ષણ કરી રહ્યો છું કે, તું વાત કરતાં કરતાં તારી વાતના મુખ્ય મુદ્દાથી આડો ફંટાઈ જાય છે. તારા શબ્દો અને તારી વર્તણુક વચ્ચે સંતુલન નથી રહેતું. તારી આંખો તરત જ તેની ચાડી ખાઈ જાય છે. તારી વ્થાકથામાં કોઈ સ્ત્રીપાત્રનું હોવું સહજ એટલાં માટે છે, કારણ કે જ્યાં સુધી મને તારી જાણકારી છે ત્યાં સુધી તને કોઈ ફાઈનાન્સિયલ કે સોશીયલ અથવા હેલ્થ જેવાં કોઈ સામાન્ય ઇસ્યુના લીધે તું આ હદે માનસિક અસ્વસ્થ થઇ જાય એવું હું નથી માનતો. અને એક બીજી ખાસ